राष्ट्रीयદહેગામ

હરસોલીએ હરખભેર વિઘ્નહર્તાને આપી વિદાય..ખુશીની સાથે વિદાયનો ગમ પણ જોવા મળ્યો..

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ,.....

સાબરકાંઠા જિલ્લામાં  દહેગામ તાલુકાના હરસોલી ગામે ગણેશ ભગવાનની આજે વિદાય કરવા માટે વાજતે ગાજતે યુવાનો અને મહિલાઓ ગણેશ ભગવાનના વરઘોડામાં જોડાયા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આજે ગણેશ ભગવાનનો ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે વરઘોડો ગામમાં કાઢવામાં આવ્યો હતો અને આ વરઘોડામાં યુવાનો યુવતીઓ મહિલાઓ જોડાયા હતા અને ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક આજે ગણેશ ભગવાનની વિદાયના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

ગણેશ ભગવાનના ભક્તોમાં એક બાજુ ખુશી જોવા મળી તો  બીજી બાજુ ગણેશ ભગવાનની વિદાય થતા અંતરમાં દુઃખ પણ થવા પામ્યું હતું અને હરસોલી ગામે આવેલી મેશ્વા નદીમાં ગણેશ ભગવાનની મૂર્તિઓને પધરાવવામાં આવી હતી અને સૌ ભાવિ ભક્તો રંગે રંગાઈને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ જ ખુશીમાં આવી જઈને ગણપતિદાદા મોર્યા ઘીના લાડુ ચોર્યા… સાથે ભક્તોએ ગણેશ ભગવાનની મૂર્તિઓને નદીમાં પધરાવીને વિદાય આપી હતી.

 

Related Articles

Back to top button