राष्ट्रीयહિમતનગર

ભાજપમાં જોડાયેલા નવાએ આવકારતાં રાજેશભાઇ પરમાર..વેલકમ..

ભાજપમાં જોડાયેલા નવાએ આવકારતાં રાજેશભાઇ પરમાર..વેલકમ..

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છીએ. વિવિધ રાજકીય પક્ષોની બેઠકો વિવિધ મુદ્દે યોજાઇ રહી છે અને પોતાના સંગઠનને મજબૂત કરવામાં આવી રહ્યું છે.
વિગતે જોઇએ તો, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત. જાતિ મોરચા સાબરકાંઠા દ્રારા આગામી કાર્યક્રમોના આયોજન માટેની બેઠક હિંમતનગર સરકીટ હાઉસ ખાતે યોજાઈ હતી.. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી ગૌતમભાઈ ગેડીયા , ઉપપ્રમુખ અનિતાબેન પરમાર, પ્રભારી કેવલભાઈ વણકર, મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારે આગામી કાયઁક્રમો અંગે તથા ચૂંટણીલક્ષી માગઁદશઁન આપ્યું હતું.


આ બેઠકમાં પ્રદેશ તથા જીલ્લાના હોદ્દેદારો, મંડલના પ્રમુખ/મહામંત્રી , ચૂંટાયેલ પદાધિકારીઓ અને જીલ્લાભરના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં..જેમાં આગામી કાર્યક્રમોની માહીતી સાથે કાર્યક્રમોને સફળ બનાવવા આયોજન કરવામા આવ્યુ હતું..
આ બેઠકમાં નિવૃત્ત પ્રોફેસર મહેશભાઈ રાઠોડ , નિવૃત્ત BSNlના અધિકારી વસંતભાઈ પરમાર, બહુજન સમાજ પાટીઁના પ્રશાંતભાઈ શ્રીમાળીએ ભાજપામા પ્રવેશ મેળવતા સૌ આગેવાનોએ આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જે.વી. શ્રીમાળી જિલ્લા ઉપપ્રમુખ મોરચા તથા મહામંત્રીશ્રી જગદીશભાઈ સોલંકી તથા આભારવિધિ શ્રી ભાનુભાઈ દેસાઈ મહામંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Back to top button