પ્રોહીબીશનના ગુન્હાઓનો ફરારી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઝડપી પાડ્યો..
પ્રોહીબીશનના ગુન્હાઓનો ફરારી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઝડપી પાડ્યો..
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમાસાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સા.શ્રીનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ શ્રી એમ.ડી.ચંપાવત પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્ક્વોડ એલ.સી.બી.તથા એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ.રજુસિંહ તથા અ.હે.કો ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો.ગોપાલભાઇ તથા અ.પો.કો. વિરેન્દ્રભાઇ તથા ડ્રા.પો.કો ચંન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો, નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.
તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ. રજુસિંહ તથા અ.હે.કો ધર્મેન્દ્રસિંહ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે , રાજુભાઇ આત્મારામ ભોઇ રહે -ગતરાડ તા.દશકોઇ જી.અમદાવાદ નાઓ વિજયનગર પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં .૧૧૨૦૯૦૫૫૨૦૦૩૦૧ / ૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એઇ , ૮૧ , ૯૮ ( ૨ ) , ૧૧૬ બી , ના પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતો ફરતો હોઇ અને જે ગતરાડ ગામે પોતાના ઘરે હોવાની બાતમી હકીકત હોવાથી ગતરાડ ગામે જઇ આરોપી મળી આવતા તેની સામે સી.આર.પી.સી.ક .૪૧ ( ૧ ) આઇ મુજબ ડીટેન કરવામાં આવેલ છે, એમ એક અખબારી યાદીમાં જણાવાયું હતું.




