sabarkathaराष्ट्रीय
આંગણવાડી મહિલા કાર્યકરોનો મક્કમ નિર્ધાર-માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી હ..ડ..તા..લ..!
આંગણવાડી મહિલા કાર્યકરોનો મક્કમ નિર્ધાર-માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી હ..ડ..તા..લ..!
બહતી ગંગામાં સૌ કોઇ હાથ ધોઇને પુણ્ય કમાઇ લે તેમ વિધાનસભાની ચૂંટણીઓ આવી છે ટલે રાજકીય પક્ષો ફરી મતદારો સમક્ષ આવવાના છે જેનો લાભ લઇને સરકારના કર્મચારીઓના વિવિધ સંગઠનોમાં આંગણવાડી મહિલા કાર્યકરોએ પણ પોતાની પડતર માંગણીઓ માટે બાંયો ચડાવી છે.
સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની મહિલા કર્મચારીઓની હડતાલ યથાવત છે..હિંમતનગર બાયપાસ બગીચાથી જિલ્લા પંચાયત સુધી રેલી યોજાઈ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જો સરકાર અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.
અંદાજે 300 જેટલી મહિલાઓ કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે. અને હડતાલ લાંબી ચાલે તેવા નિર્દેશો મળી રહ્યાં છે.




