પોલીસ મહાનીરીક્ષક જે.આર.મોથાલીયા સરહહી રેન્જ ભુજ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ .પી.ચૌધરી અંજાર વિભાગ અંજાર નાઓએ મિલ્કત સંબંધીત ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઈ જે અન્વયે એસ.ડી.સીસોદીયા પોલીસ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સુચના આધારે ગઈ તા .૦૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન અંજાર મધ્યે ગંગાનાકા પાસે વાહન ચેકીંગ દરમ્યાન એક નંબર પ્લેટ વગરનુ શંકાસ્પદ મો.સા.ઉભુ રખાવી મો.સા.ચાલકની પુછપરછ કોઈ સંતોષકારક જવાબ ના આપતા મજકુર મો.સા.ચાલકને સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી હતી.
તેના કબ્જામાં રહેલ મોટર સાયકલ હિરો કંપનીનુ એચ.એફ.ડિલક્ષ જેના એન્જિન નંબર- HA11EPH9C25415 તથા ચેસીસ નંબર- MBLHAR056H9D28274 વાળુ અંજાર કિ.રૂ .૩૫,૦૦૦ / – ગણી સી.આર.પી.સી.કલમ -૧૦૨ મુજબ કબ્જે કરેલ હોઈ જે મોટર સાયકલના એન્જિન તથા ચેસીસ નંબર આધારે પોકેટકોપ મોબાઈલ તથા ઈ – ગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા સદર મોટર સાયકલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર ૧૧૯૯૩૦૦૩૨૨૦૮૪૯/૨૦૨૨ ઈ.પી.કો.કલમ -૩૭૯ મુજબના ગુના ચોરીમાં ગયેલ મોટર સાયકલ હોઈ જેથી મો.સા.સાથે પકડાયેલ ઈસમને ગુના કામે અટક કરી તથા મો.સા. ગુના કામે કબ્જે કરેલ છે
. કબ્જે કરેલ મુદ્દામાલમાં : હિરો કંપનીનુ એચ.એફ.ડિલક્ષ જેના એન્જિન નંબર- HA11EPH9C25415 તથા ચેસીસ નંબર MBLHAR056H9D28274 વાળુ કિ.રૂ .૩૫,૦૦૦ /નો સમાવેશ થાય છે.પકડાયેલ આરોપીમાં સબીર કાસમશા શેખ ઉ.વ .૨૧ રહે.ઈસબશાપીર ફળીયુ કનૈયાબે તા.ભુજની અટક કરી છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




