તપોવન વિદ્યા મંદિરમાં ધોરણ 11 – 12 સાયન્સમાં તો ફરજિયાત પ્રાયોગિક દ્વારા શિક્ષણ આપવામાં આવે છે પરંતુ. સાયન્સ જેવા અઘરા વિષયોને સરળ રૂપે બાળકોને ઊંડી સુઝબુઝથી અને સમજણ પડે તે માટે 6 થી 8ના બાળકોને પણ પ્રાયોગિક દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને બીજી શાળાઓ દ્વારા તેની નોંધ લેવમાં આવી રહી છે.
કેમ કે તે એક નવતર પ્રયોગ છે અને જેમ જેમ તેનો વધુને વધુ ફેલાવો થશે તેમ તેમ વધુ બાળકો સુધી આ જ્ઞાન અને માહિતી પહોંચશે. કેમ કે આખરે તો જ્ઞાનની ગગા હર તરફ વહેવી જોઇએ.
જીવવિજ્ઞાન અને ચંદ્રયાન -2 વિશે પ્રાયોગિક માહિતી ધોરણ 6,7 અને 8 ના તપોવન વિદ્યામંદિર હિંમતનગરના બાળકોને આપવામાં આવી છે.




