राष्ट्रीयહિમતનગર

GETCOના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગારની પોલિસી બદલવા માંગણી..લે કે રહેંગે…!

રિપોર્ટર:રાહુલ ચાવડા હિંમતનગર….

ચૂંટણીઓ જાણે કે ખૂબ નજીક હોય અને સરકારનું નાક દબાવીને જેટલુ મળે એટલુ લઇ લો એની રણનિતિના ભાગરૂપે વિવિધ સંગઠનો બાંયો ચડાવી રહ્યાં છે.

વિગતે જોઇએ તો, વર્તમાન સરકારમાં દરેક કર્મચારીઓ દ્વારા પગાર અને અન્ય બીજા લાભો આપવા બાબતે ઠેર ઠેર દરેક તાલુકા અને જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમ કે તલાટી પોલીસ આશા વર્કર બહેનો આંગણવાડી ની  બહેનો શિક્ષકો દ્વારા જુદા જુદા સંગ્રહનો દ્વારા જુદી જુદી જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જેના ભાગરૂપે  આજે સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં GETCO ના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગારની પોલિસી બદલવા અને અન્ય બીજા લાભો આપવા બાબતે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આઉટસોર્સિંગ કર્મચારીઓની કુલ 10 જેટલી માંગણીઓ આ આવેદનપત્રમાં જણાવવામાં આવી છે વધુમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમો છેલ્લા 15 વર્ષથી GETCO કંપનીમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ તરીકે કામ કરીએ છીએ GETCO ના કાયમી કર્મચારીઓ જે કામ કરે છે એજ કામ 66Kv/11kv જેવા હોય વૉલ્ટેજમાં કામ કરતા હોઈએ તો પણ કાયમી કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વધુ પડતી હદે શોષણ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે,  દરેક જગ્યાએ કાયમી કર્મચારી જેટલું જ અમે કામ કરી રહ્યા છીએ પણ તેમના કરતા અમારા પગારમાં ઘણો તફાવત છે આઉટસોર્સિંગ કર્મચારીનો પગાર 7000 થી 8000 આપવામાં આવે અને અન્ય કોઈ પણ પ્રકારના લાભો કંપની તરફથી આપવામાં આવતા નથી. જે અમારા 10 પડતર પ્રશ્નોની જે માંગણીઓ છે એ અમને આપવામાં આવે તેની રજૂઆત અમે કલેકટર સાહેબશ્રી દ્વારા અમે સરકારને જાણ કરીએ છીએ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related Articles

Back to top button