sabarkathaराष्ट्रीय

ઈડર અને વડાલીની આંગણવાડી બહેનોએ રેલી અને ધરણાના કાર્યક્રમ યોજ્યો…

ઈડર અને વડાલીની આંગણવાડી બહેનોએ રેલી અને ધરણાના કાર્યક્રમ યોજ્યો...

ઈડર અને વડાલીની આંગણવાડી કાર્યકર તેમજ તેડાઘર બહેનો દ્વારા ૧૦ જેટલી વિવિધ માંગણીઓ લઈને ઈડર મામલતદાર કચેરી સામે રેલી તેમજ ધારણા કાર્યક્રમ કર્યો હતો.

 આમ જોવામાં આવેતો બાળકનો જન્મ થાય તે પછી અને બાળક જન્મે ત્યારે પણ સાચા કર્મચારી તરીકે પોતાની ફરજ નિભાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડનાર આંગણવાડી કાર્યકર અને તેડાઘર મહિલા કર્મચારી બહેનો છેલ્લાં કેટલાય સમયથી પોતાની ૧૦ જેટલી વિવિઘ માગણીઓને લઈ રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે.

બાળકના શિક્ષણનો પાયો અને માતાના ગર્ભથી લઈ જન્મ સુધી માતા અને બાળકની સંભાળ લેનાર ઉલ્લેખનીય છે કે અગાઉ આંગણવાડી  બહેનોએ અચોક્કસ મુદતે પોતાના કામથી અળગા રહેવા માટે સાબરકાંઠા જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પ્રોગ્રામ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી સાબરકાંઠા જીલ્લામાં ૧૯૧૪ આંગણવાડી કાર્યકર અને ૧૮૫૯ તેડાઘર કાર્યકર બહેનોની માંગણી ન સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર જવાની રજુઆત કરવામાં આવી હતી.

પોતાના હક્ક અને અધિકાર માટે રાજ્ય સરકાર સામે લડત આપતી આંગણવાડી અને તેડાઘર કાર્યકર બહેનો પોતાની ૧૦ જેટલી વિવિઘ માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાથી બાળકો વિના આગણવાડીઓ સૂમસામ બની ગઈ હતી ત્યારે આંગણવાડી બહેનોની રાજ્ય સરકાર માગણીઓ પુરી કરશે કે કેમ તે હવે જોવાનું રહે છે.

Related Articles

Back to top button