राष्ट्रीयહિમતનગર

હિંમતનગરઃ દુકાનમાથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી “બી” ડીવીઝન પોલીસ

હિંમતનગરઃ દુકાનમાથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક  અભય ચુડાસમા  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક  સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા નાઓએ ચોરીના ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી.  કે.એચ.સુર્યવંશી  તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ  પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહ્યાં છે.

તા .૦૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન મા એ પાર્ટ ૧૧૨૦૯૦૫૬૨૨૦૭૧૧/૨૦૨૨ આઇ પી સી કલમ -૩૮૧ મુજબના કામે ફરીયાદી વિજયકુમાર ગજાનંદ ત્રિવેદી રહે.દેસાઇવાડા વડનગરી ચક્કીની પાછળ હિંમતનગર જિ.સાબરકાંઠાની દુકાનેથી અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો તેમની દુકાને કામ કરતો ઇસમ વદનસિંહ જીવસિંહ ચૌહાણ રહે . રામપુર ( ગાંભોઇ ) તા.હિંમતનગર જિ.સાબરકાંઠા નો ચોરી કરી લઇ ગયેલ હોય જેથી અ.હેડ.કોન્સ હેમેંદ્રસિંહ તેજસિંહ નાઓએ સીસી ટીવી ફુટેજ મેળવી જેમા દુકાને કામ કરતો ઇસમ ચોરી કરેલ લઇ જતો જણાતા તે ઇસમ બજારમા ફરતો હોઇ ડી સ્ટાફના માણસૉ બજાર વિસ્તારમા વોચ ગોઠવી  હતી.

તે દરમ્યાન આવતા તેને પકડી તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો ચોરી કરેલાની કબુલાત કરેલ અને ચોરી કરેલ અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો તેની પાસેથી મળેલ. જેથી સદરી ઇસમના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

તા .૦૪ / ૦૯ / ૨૦૨૨ > ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ – ( ૧ ) અરૂણ કંપનીનો કપડા સિવવાનો સંચો કિં.રુ .૩૦૦૦ / નો સમાવેશ થાય છે.

કામગીરી કરનાર અધીકારી કર્મચારી ( ૧ ) પોલીસ સબ ઇન્સ એ વી જોષી ( ૨ ) અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ બ.ન .૯૮૯ ( 3 ) અ.હેડ.કોન્સ હેમેન્દ્રસિંહ તેજસિંહ બ.ન .૩૪૯ ( ૪ ) અ.પો.કો.જીગ્નેશકુમાર સુરેશભાઇ બ.નં .૩૬૬ ( ૪ ) અ.પો.કો. ઝાહીદહુસેન અકબરઅલી બ.નં .૩૪૬ ( ૫ ) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ બ.ન .૧૪૭ ( એ વી જોષી ) પો.સબ.ઇન્સ . હિં.બી ડીવી.પો.સ્ટેશનનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button