राष्ट्रीयદહેગામ

હમારી માંગે પૂરી કરો વર્ના… દહેગામ તાલુકાની ૨૨૦ જેટલી આંગણવાડીઓ આવતીકાલથી બંધ…!

રિપોર્ટર:અગરસિંહ ચૌહાણ....

આગણવાડી બહેનોની વર્ષો જૂની માગણીઓ પૂરી નહીં થતાં આજે ઓંદોલનના માર્ગે પ્રેરિત થશે તેથી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા દહેગામ તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર તરફથી નોકરીમાં માગણીઓ પૂરી નહીં કરવામાં આવતા આજે  દેહગામ તાલુકાની 220 આંગણવાડી કેન્દ્ર ઉપર 460 જેટલી આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનોએ દહેગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં  પોતાની રજૂઆતોમાં  જણાવ્યું છે કે આગણવાડી બહેનો અને કાર્યકર બહેનોના પ્રશ્નોના ઉકેલ આવતા નથી ,તેના નિકાલ કરવા માટે ઘણા સમયથી સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતા નથી,  જેના કારણે સરકારી કાર્યશૈલીથી આ મહિલાઓ નારાજ  થઈને આંદોલનના માર્ગે જાય તેવી શક્યતાઓ રહેલી હોવાથી આજે તેમને રજૂઆત કરીને જણાવ્યું છે કે અમને આટલી મોંઘવારીમાં બીજા કર્મચારીઓ કરતાં ઘણું જ ઓછું વેતન આપવામાં આવે છે, ને અમારી મજૂરી વધારે છે, તો અમારું લઘુત્તમ  વેતન માસિક 18000 થી 22,000 સુધી આપવામાં આવે

આ ઉપરાંત, આંગણવાડીનો સમય ૧૦ થી ૧૬ નો રાખવામાં આવે, નિવૃત થયા બાદ તમામ લાભ સરકારી કર્મચારીઓના ધારા ધોરણ મુજબ ચૂકવી આપો. તેડાગર અને કાર્યકર બેનો તથા કાર્યકર મુખ્ય સેવિકા ની નામ નિયુક્તિ કોઈપણ જાતની વય મર્યાદા સિવાય આપો, અને 45 વર્ષની વય મર્યાદાનો પરિપત્ર રદ કરો,

icds ની કામગીરી સિવાય બીજી કામગીરી ના આપો, કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમાં મોબાઈલ એપ બંનેની કામગીરી લેવાની પ્રથા બંધ કરો, અને ગમે તે એક જ સિસ્ટમ અપનાવો, તથા સરકારની યોજનાઓ જેવી કે પોષણ સુવિધા, વાલી દિકરી યોજના, પ્રધાનમંત્રી માતૃ વદના યોજના, વિધવા સહાય યોજના ,દૂધ સંજીવની યોજના ,આ તમામ યોજનાઓની ન્યાય આપવાનું ,તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું,  તેમજ સોંપવામાં આવતા અન્ય કાર્યો ,તાલીમ કેન્દ્ર મીટીંગ વગેરે કાર્યોને બોજ  ઘાયા કરતાં ઘણો વધારે છે.

હકીકતે આટલા બધા બોજ હેઠળ દબાયેલી મહિલા કામદાર પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે  અને ઓછા વેતને પોતાનું ઘર સંસાર ચલાવી શકતા નથી, તેથી કાર્ય બોજ હળવો કરો તેવી રજૂઆત કરી છે, અને મીની આંગણવાડી તથા બંધ કરીને રેગ્યુલર આંગણવાડીનો દરજ્જો આપો, શિક્ષકોને ઉચ્ચો પગાર આપવામાં આવે છે,  તો અમને કેમ નહીં, તેવી રજૂઆત કરવામાં આવી  અને અમારી માગણીએ જ્યાં સુધી નહિ સંતોષાય ત્યાં સુધી દેહગામ તાલુકાની તમામ આગણવાડીઓ બંધ રાખવામાં આવશે અને અમારામાંથી  એક પણને સરકાર તરફથી છૂટી કરવામાં આવશે તો તમામ કાર્યકર બહેનો એક થઈને બહિષ્કાર કરીશું.. બધી જ બહેનો છૂટી થઈ જઈશું તેવી રજૂઆત કરતા જોવા મળ્યા હતા.

Related Articles

Back to top button