sabarkathaराष्ट्रीय
ઇડરના સપ્તેશ્વર ખાતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા…લોકો અટવાયા..
ઇડરના સપ્તેશ્વર ખાતે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા...લોકો અટવાયા..

સાબરકાંઠામાં પણ ગામડે ગામડે અને તાલુકે તાલુકે જય ગણેશની ગૂંજ સંભળાઇ રહી છે. ભાવિકભકતજનો યથાશક્તિ અને માનતા મુજબ બપ્પાને લાવીને સેવા પૂજા કર્યા બાદ પધરાવીને ધન્યતા અનુભવે છે. જો કે જાહેર સ્થળોએ ગણપતિ વિસર્જનને લઇને લોકોને મુશ્કેલીઓ પણ પડી રહી છે.
વિગતે જોઇએ તો, ઇડરના સપ્તેશ્વર ખાતે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. ગણેશ વિસર્જન અને પિકનિક માટે લોકો આવતા ટ્રાફિક જામ સર્જાયો છે.
લોકો કહે છે કે, એક કારણ એ પણ છે કે સિંગલ રોડ પર ટ્રાફિક જામ થતા લોકો અટવાયા હતા.અલબત, સાબરમતી નદીમાં પાણી આવતા પિકનિક માટે પણ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.પરિણામે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.




