sabarkathaराष्ट्रीय

જાનના જોખમે કામ કરતાં વીજકર્મીઓનો પોકાર-હમારી ભી સુનો સરકાર…મહેંગાઇ બઢે બાર બાર..

જાનના જોખમે કામ કરતાં વીજકર્મીઓનો પોકાર-હમારી ભી સુનો સરકાર...મહેંગાઇ બઢે બાર બાર..

૬૬ કેવી સબ સ્ટેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારા સહિત અન્ય લાભો આપવા બાબતે ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ૬૬ કે.વી.  સબસ્ટેશનના કર્મચારીઓનું છેલ્લા ૧૫ વર્ષથી  શોષણ કરાતું હોવાની રજૂઆત કરાઈ હતી.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ની પેટા કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) લિમિટેડ ૬૬ કે.વી. સબ સ્ટેશનને આઉટસોર્સિંગ સ્ટાફ છેલ્લા ૧૫ વર્ષથી ચલાવી રહ્યો છે.કામદારો SBO અને E/A ના પોસ્ટથી  પૂરી ઈમાનદારી અને પ્રામાણિકતાથી ફરજ બજાવે છે. તેમજ આજ કામ GETCO – જીટકોના કર્મચારીઓ જોડે પણ કરાવાય છે.પરંતુ એકજ કામ કરાતું હોવા છતાં બનેના પગારમાં બહુ મોટો ફરક રાખવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર કર્મચારીઓનો પગાર ૭ થી ૮ હજાર જ અપાય છે.ત્યારે હાલના સમયમાં આટલા પગારમાં કર્મચારીઓનું ફક્ત સોષણ કરાતું હોય તેમ લાગી રહ્યું છે.

આ સાથે જ કર્મચારીઓને અન્ય લાભો જેવાકે જાહેર રજાઓ , વીમા, સેફ્ટી કીટ, ટ્રાવેલિંગ ખર્ચ  વિગેરે મળે તો જ તે પોતાના પરિવારને પણ સ્વમાન સાથેનું જીવન જીવાડી સકે અને સતત જીવના જોખમે કામ કરતા હોઈ જેટકોની સરખામણીએ પગાર અપાય તેવી માંગ સાથે અંદાજિત ૨૦૦ કર્મચારીઓએ ઇડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button