गुजरातराष्ट्रीय

અટલ બ્રિજ પર ફરવા જવાના આપવા પડશે પૈસા, મોદીજીને પૂછ્યા વગર નિર્ણય કર્યો..?

અટલ બ્રિજ પર ફરવા જવાના આપવા પડશે પૈસા, મોદીજીને પૂછ્યા વગર નિર્ણય કર્યો..?

અમદાવાદ: શહેરના નવા આકર્ષણ ‘અટલ બ્રિજ’ની મુલાકાત માટે ટિકિટના દર જાહેર કરી દેવામાં આવ્યા છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત – કોમ્બો ટિકિટ પણ લઇ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત “અટલ બ્રીજ”નું વડાપ્રધાન પીએમ મોદી દ્વારા તા:૨૭/૦૮/૨૦૨૨ના રોજ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. તારીખ ૨૮/૦૮/૨૦૨૨ના રોજ નાગિરકોએ ખુબ મોટી સખ્યામા આ બ્રિજની મુલાકાત લીધી હતી. જો કે પ્રજા પ્રિય વડાપ્રધાન મોદીજીની સુચનાથી આ નિર્ણય લેવાયો હોવાનું નાગરિકો માનવા તૈયાર નથી. અને અધિકારીઓ તથા પદાધિકારીઓને જવાબદાર ઠેરવી તેને મોદીજીનું અપમાન ગણાવી રહ્યાં છે.

એવુ કારણ આપવામાં આવ્યું છે કે, મુલાકાતીઓની ભીડને નિયંત્રિત કરી શકાય તેમજ નાગિરકોની સલામતી અને હિતને ધ્યાને લેતાં તા:૩૧/૦૮/૨૦૨૨ના રોજથી અટલ બ્રિજની મુલાકાત માટે ટિકિટના દર નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાકની સયંક્તુ /કોમ્બો ટિકિટ મેળવી શકે તેવી સુવિધા પણ રાખવામાં આવેલ છે.

બ્રિજ પર કોઈપણ મલાકાતી 30 મિનિટથી વધુ રોકાઈ શકશે નહી.

મલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે.

લોઅર પ્રોમીનાડથી મલાકાતીઓ એક્ઝીટ થઈ શકાશે.

કોઈપણ પ્રકારના ગટખા , પાન-મસાલા, કેફી દ્રવ્ય બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે.

કોઈપણ પ્રકારનું ધમ્રપાન નિષેધ છે.

કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલા ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી.

પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.

મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું.

કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે.

કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહી.

 બ્રિજ પરના ફૂલ-છોડ સિહતની અન્ય કોઈપણ પ્રકારની મિલકતને તોડવી અથવા નકશાન પહોચાડવું નહીં.

તમામ મુલાકાતીઓએ બ્રિજ પર સંપુર્ણ શાંતી જાળવવાની રહશે. શોર-બકોર, બૂમો પાડવી, મ્યૂઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી, ગ્રૂપમાં મોટેથી અવાજો કરવા, પ્રમોશનલ વગેરે જેવી પ્રવતીઓ કરવાની સખ્ત મનાઈ છે.

કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટ નીતિ નિયમો મુજબુ રહશે.

Related Articles

Back to top button