sabarkathaराष्ट्रीय
ડ્રાઇવરે 3 લાખની ચોરી થતાં બચાવાઇ..શાબ્બાશ..અભિનંદન છે એ ડ્રાઇવરભાઇને..
રિપોર્ટર:લલિત ડામોર....
સાબરકાંઠામાં એક બસમાંથી ચોરીના પ્રયાસની ઘટના બની છે..જેમાં વિજયનગર પિકઅપ સ્ટેશન ઉપર ઉભેલ બસમાં ચોરી કરવાનો પ્રયાસ થયો હતો…
વિગતે જોઇએ તો, વિજયનગર થી રાણીપ જતી એસ.ટી સ્ટેશન પર ઉભેલી બસમાં ચોરીનો પ્રયાસ થયો હતો. ચોર દ્વારા ડ્રાઈવર સીટ પર મૂકેલ બેગમાં રૂપિયા ત્રણ લાખ ચોરીવાનો પ્રયાસ કરાયો હતો.ચોર બેગ ઉઠાવીને જતા ડ્રાઇવરની સમય સૂચકતાથી બેગ ઝડપી લેવાઈ હતી….
અંદાજે ત્રણ લાખની ચોરીનો પ્રયાસ કરનાર ચોરને ઝડપી પોલીસને સોંપાયો હતો. સ્થાનિક લોકો ચોરને જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા…વિજયનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે…




