sabarkathaराष्ट्रीय

સાબર ડેરીના વાઇસ ચેરમેને અપમાન કર્યાની આદિવાસી સમાજની ફરિયાદથી વિવાદ

સાબર ડેરીના વાઇસ ચેરમેને અપમાન કર્યાની આદિવાસી સમાજની ફરિયાદથી વિવાદ

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે ભાજપના  કાર્યકરો વચ્ચે એવી ઉગ્ર બોલાચાલી થઇ કે વાત જાતિ સુધી પહોંચી ગઇ હતી અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે…

મામલો કંઇક એવો છે કે બ્રિજેશ પટેલે તાલુકા પંચાયત ખાતે  આદિવાસી સમાજના કેટલાક આગેવાનો સાથે ઉગ્ર બોલી ચાલી કરી અને જાતીવિષયક શબ્દોનુ ઉચ્ચારણ કર્યાનો કરાયાનો તેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, બ્રિજેશ પટેલ હાલ સાબરડેરીમાં વાઈસ ચેરમેનના હોદ્દા ઉપર છે. અને આદિવાસી સમાજને એમ કહ્યું હોવાનું મનાય છે કે, પટેલ સમાજ જ ભાજપને મત આપે છે તમે આદીવાસી ભાજપને મત આપતા નથી. અને જો  વધારે માથાકૂટ કરશો તો અવિશ્વાસની દરખાસ્ત કરીને પ્રમુખમાંથી કાઢી મુકીશ.

તેમના આ ઉચ્ચારણોને લઇને આદીવાસી સમાજના અગ્રણી ભેગા મળી  બેઠક કરી છે અને ચુંટણી બહિષ્કાર સુધીની આપી ચીમકી આપી છે. …

કહેવાય છે કે બ્રિજેશ પટેલે તેમને એમ પણ ધમકી આપી કે તમે મને ઓળખતા નથી મારી પહોંચ ઉંચી છે.

Related Articles

Back to top button