sabarkathaराष्ट्रीय

ઇડરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે રેલી-વિરોધ અને પોલીસ અટકાયત

રિપોર્ટર:રાહુલ ચાવડા....

ઈડર કોંગ્રેસ સમિતિ દ્રારા મોંઘવારીના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા સાવચેતીના પગલા તરીકે તેમની  અટકાયત કરાઈ હતી અને અવસર વિત્યે બધાને છોડી મૂકવામાં આવ્યાં હતા….

વિગતે જોઇએ તો, ઈડર કોંગ્રેસ સમિતિ દ્રારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.સતત વઘતા મોંઘવારીના માર વચ્ચે સરકાર સામે વિરોધ નોધાવી ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવા જતા કોંગ્રેસના ૪૦ થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી..

.દુધ દહી કરિયાણા પેટ્રોલ ડીઝલ સહિત રાઘણ ગેસ પર જી એસ ટી લાગુ કરાઈ છે અને ગરીબ પ્રજા પરથી મોઘવારીનો માર તાત્કાલિક દુર કરવા ઉગ્ર માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી જેમાં રસ્તા પર બેસીને સુત્રોચ્ચાર કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. પ્રાંત અઘિકારીને આવેદન પત્ર આપતા પહેલા જ અટકાયત કરાઈ હતી

Related Articles

Back to top button