દમણ-દીવ, દાદરા- નગરહવેલી તથા લક્ષદ્વિપના પ્રશાસક એવા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી માનનીય શ્રીપ્રફુલભાઈ પટેલના 66મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો તેમના માદરે વતનમાં યોજાયા હતા.
મમતા શિશુ વિકલાંગ શાળાના વિદ્યાર્થીઓને ભોજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. અને સેવાકીય કાર્ય થકી જન્મદિવસની શુભેચ્છાઓ એક શુભેચ્છક-નિમંત્રક ગોપાલસિંહ રાઠોડ – ( ડિરેક્ટર- NG Projects) દ્વારા પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિતે મંદબુદ્ધિ સ્કૂલ તથા સીવીલ હોસ્પિટલ હિંમતનગરમાં ફ્રૂટ બિસ્કીટ તથા કેકનું વિતરણ કરવામાં આવ્યું અને મમતા વિકલાંગ સ્કૂલમાં ભોજન સમારભનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો અને શ્રી પ્રફુલ્લભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા હતા.




