સોનાલી કેસઃ ભાજપના નેતાની મોતની તપાસ સીબઆઇ કરશે…ધૂમધડાકા બહાર આવશે..?
સોનાલી કેસઃ ભાજપના નેતાની મોતની તપાસ સીબઆઇ કરશે...ધૂમધડાકા બહાર આવશે..?
ટિકટોક સ્ટાર અને ભાજપના નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો જરૂર પડશે તો કેસની તપાસ CBIને સોંપવામાં આવશે. આ કેસને લઈને તેમની વાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે પણ થઈ છે અને તેમણે પણ તપાસ માટે વિનંતી કરી છે.
માહિતી આપતાં પ્રમોદ સાવંતે કહ્યું કે, હરિયાણાના CMની સાથે તેમની વાત થઈ છે અને આ મામલામાં ઊંડાણ પૂર્વક તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ઔપચારિકતા બાદ જો જરૂર પડશે તો તેઓ આ કેસ CBIને સોંપશે. અમે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છીએ, આ તપાસમાં જે પણ દોષિત ઠરશે તેને ચોક્કસ સજા કરવામાં આવશે.
આ પહેલા પણ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્વાસન આપ્યું હતું કે, સોનાલી ફોગાટની કથિત હત્યા કેસમાં ઊંડાણપૂર્વણ તપાસ કરવામાં આવે અને સરકાર પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે. આ કેસમાં જે પણ દોષિત હશે, તેને ગોવા પોલીસ જરૂર સજા આપશે. તેમણે કહ્યું કે આરોપી હજી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકાર દોષિતોને સજા અપાવવા માટે કામ કરશે.
બીજેપી નેતા સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ ગોવામાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. સોનાલીની તબિયત ખરાબ થયા પછી ગોવાની સેંટ એન્થની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોનાલી ફોગાટના શરીર પર ઈજાનાં અનેક નિશાન મળ્યા છે. જેના પછી પોલીસે કેસ નોંધ્યો છે.




