sabarkathaराष्ट्रीय

મોંઘવારી મામલે કોંગ્રેસ સડકો પર..અટકાયત અને છૂટકારો..

મોંઘવારી મામલે કોંગ્રેસ સડકો પર..અટકાયત અને છૂટકારો..

વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાળાઓ પરેશાન બની ચૂક્યા છે ત્યારે હિંમતનગરના સ્થાનિકોની વેદનાને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું

ગેસના ભાવ તેલ ખાદ્ય ચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશમાં  લેવા આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સહિતના જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે કાયદો-વ્યવસ્થાની જાણવણી માટે પોલીસે, વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને બી ડિવિઝન પોલીસ છે અટકાયત કરી હતી. અને અવસર વીતે મુક્ત કરાયા હતા.

Related Articles

Back to top button