गुजरातराष्ट्रीय

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાગતે રહો…

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાગતે રહો...

હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમકે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ ભારે વરસાદ થઇ શકે છે.

ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસશે પરંતુ આજે રાજ્યમાં કોઇ જગ્યાએ અતિભારે વરસાદ થવાની સંભાવના નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજ સાંજ સુધીમાં સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે કાલથી શહેરમાં એકદમ ઓછો વરસાદ પડવાની આગાહી છે.

Related Articles

Back to top button