sabarkathaराष्ट्रीय

મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ

મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ

મહાનીરીક્ષક  અભય ચુડાસમા  તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા , નાઓએ મિલ્કત સબંધિ ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી.  એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ.  એસ.જે.ચાવડા , તથા એ.એસ.આઇ વિક્રમસિંહ તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર વિજયભાઈ , પ્રકાશભાઈ , અનિરૂધ્ધસિંહ , રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી છે.

આજરોજ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.પો.કો. પ્રહર્ષકુમાર તથા અ.પો.કો. અમરતભાઇ નાઓને સંયુક્ત રીતે બાતમી મળેલ કે , “ એક ઇસમ વાદળી કલરનો પ્લેન શર્ટ પહેરેલ છે જેણે ઇડર જી.ઇ.બી. બિલીંગ વિભાગમાંથી એક વાદળી કલરનો રીયલ મી આર.એમ.એક્સ .૩૦૬૩ કંપનીનો મોબાઇલ તથા બીજો મેટાલીક કલરનો રીયલ મી આર.એમ.એક્સ .૩૦૬૩ કંપનીનો મોબાઇલોની ચોરી કરેલ છે અને હિંમતનગર ટાવર પાસે તેને વેચવાની ફિરાકમા ફરે છે ” જે બાતમી આધારે હિંમતનગર ટાવર પાસે રોડની બાજુમા એક ઇસમ ઉભેલ હોઇ સદર ઇસમ બાતમી હકીકત વાળો હોઇ સદર ઇસમનું નામઠામ પુછતાં અરવિંદકુમાર ભલાભાઇ વાઘાભાઇ મસાર ઉ.વ .૨૪ રહે.ડ મસાર ફળિયું તા.માલપુર જી.અરવલ્લી હાલ રહે . ઇડર સદાતપુર શ્રી કુંજ ફ્લૅટ રૂ.ન .૪૨ તા.ઇડર જી.સાબરકાંઠાવાળો હોવાનું .

સદર ઇસમની અંગ ઝડતી કરતાં તેના પાસેથી રીયલ મી આર.એમ.એક્સ .૩૦૬૩ કંપનીના બે મોબાઇલ ફોન મળી આવેલ હોઇ જે બન્ને મોબાઇલો કોના છે ? અને ક્યાંથી લાવ્યો છે ? તે બાબતે પુછતાં , “ આ બન્ને મોબાઇલો આજથી આશરે એક મહિના પહેલા ઇડર જી.ઇ.બી. બિલીંગ વિભાગની તિજોરીમાંથી મે ચોરી કરેલ છે . ” તેવું જણાવતાં સદરી બન્ને મોબાઇલોના આઇ.એમ.ઇ.આઇ. નંબર આધારે ઉપલ્બધ સોફ્ટવેર તથા પોકેટ કોપની મદદથી તપાસ કરતાં સદર બંન્ને મોબાઇલો બાબતે ઇડર પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૦૯૧૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદર એક મોબાઇલ કિ.રૂ .૭૯૯૯ / – ની ગણી બે મોબાઇલ કિ.રૂ .૧૫,૯૯૮ / ની ગણી મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે લીધેલ છે .

સદરી આરોપી અરવિંદકુમાર ભલાભાઇ વાઘાભાઇ મસાર ઉ.વ .૨૪ રહે.ડબારણ , મસાર ફળિયું , તા.માલપુર , જી.અરવલ્લી , હાલ રહે . ઇડર સદાતપુર શ્રી કુંજ ફ્લેટ રૂ .૧.૪૨ તા.ઇડર , જી.સાબરકાંઠાનાને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ કલાક ૧૯/૩૦ વાગે ડીટેઇન કરી હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે . સોંપેલ છે, એમ એલઆઇબીના પીઆઇ એમ.ડી. ચંપાવતે જણાવ્યું હતું

Related Articles

Back to top button