સાબરકાંઠામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજાએ મહેર કરી છે અને ખેતીક્ષેત્રે પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયું છે. વરસાદને કારણે પહાડોમાંથી ખળ..ખળ..પાણીના ઝરણાં વહી રહ્યાં છે.
વિગતે જોઇએ તો, ઈડરના અજયગઢ પર ઝરણાં જોવા મળી રહ્યાં છે.. અને ગઢ પર અનેક જગ્યાએ ઝરણા નિહાળવા સ્થાનિક લોકોના ટોળા ઉંમટ્યા. છે…જાણીતા કવિ ઉમાશંકર જોષી ની પંક્તિ આ ઝરણાને જોઈ યાદ આવે છે કે,
ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા
જંગલની કુંજ કુંજ જોવી તી…
ઝરણાંના આહલાદક દ્રશ્યો જોઈ હર કોઈ હાલ મોહિત થઈ ગયુ છે..




