गुजरातराष्ट्रीय

મોટી ઉથલપાથલઃ ભાજપની ટોચની સમિતિમાંથી ગડકરી- શિવરાજસિંહ આઇટ…

મોટી ઉથલપાથલઃ ભાજપની ટોચની સમિતિમાંથી ગડકરી- શિવરાજસિંહ આઇટ...

ભાજપાએ પોતાના સંસદીય બોર્ડમા (BJP parliamentary board)નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ હવે આમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને કે લક્ષ્મણને નવા ચહેરાના રૂપમાં સમાવેશ કરાયો છે. બીજેપીના સંસદીય બોર્ડમાંથી હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadkari) બહાર કરવામાં આવ્યા છે.

પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડનું ગઠન કર્યું છે. તેમાં જેપી નડ્ડા અધ્યક્ષ હશે. જ્યારે અન્ય સદસ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા, અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા અને બીએલ સંતોષ સામેલ છે. બીએલ સંતોષ કેન્દ્રીય સંસદીય બોર્ડના સચિવ રહેશે.

Related Articles

Back to top button