હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી આજે રન ફોર તિરંગા રેલી યોજાઈ જેમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રાષ્ટ્રભક્તિનું સરસમજાનું વાતાવરણ સર્જાયુ હતું.
આઝાદી કા અમ્રુત મહોત્સવ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જીલ્લાની સરકારી અને ખાનગી તમામ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્રારા રન ફોર તિરંગા રેલી યોજાઈ હતી.આ રેલીમાં અલગ અલગ કોલેજ ના ૨ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ તિરંગા સાથે રેલીમાં જોડાયા હતા
આ ઉપરાંત રન ફોર તિરંગા રેલી માં ૫૦ મીટર લાંબો તિરંગો પણ જોડવામાં આવ્યો હતો જે તિરંગા દ્રારા રેલી કોલેજ ખાતેથી શરુ થઈ ૪ કિમી રેલી ફરીને કોલેજ ખાતે સમાપન થયુ હતુ તો રેલીનુ પ્રસ્થાન જીલ્લા સાંસદ અને પ્રદેશ સોશિયલ મિડીયા કન્વીનર સિદ્ધાર્થ પટેલ દ્રારા કરવામાં આવ્યુ હતુ…




