Blog
સજા પામેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો! કાયદાથી બચવાના તમામ પ્રયાસો નિષ્ફળ
સજા પામેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો! કાયદાથી બચવાના તમામ પ્રયાસો નિષ્ફળ

હિંમતનગર: કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ પણ કાયદાની પકડથી બચી ફરતા આરોપીને હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાનો કડક અમલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા આરોપી રસીકલાલ નટવરલાલ શાહ સામે કોર્ટ દ્વારા સજા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે જનરલ પોસ્ટ ઓફિસ નજીકથી આરોપીને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં સજા પામેલા આરોપીઓને શોધી ઝડપી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ અભિયાન દરમિયાન આ સફળતા મળી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.




