Blog

ઈડર તાલુકાની જવાનપુરા અને બાઠીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન

ઈડર તાલુકાની જવાનપુરા અને બાઠીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન

ઈડર: ઈડર તાલુકાની જવાનપુરા પ્રાથમિક શાળા તથા બાઠીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં સહાયક વાણિજ્ય વેરા અધિકારી શ્રી આદિત્ય અટોસ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજેશભાઈ પરમારે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ ઊંચું લાવવા માટેના પ્રયાસો તેમજ આંગણવાડી ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે બાળકોને નિયમિત શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસ તરફ પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં જૂથમંત્રી તથા જિલ્લા HTAT આચાર્ય સંઘના પ્રમુખ વિજયભાઈ પરમાર, CRC જયોતિકાબેન, ICDS કોઓર્ડિનેટર મિત્તલબેન પટેલ, ઈડરના નગરસેવકો રાજેન્દ્રસિંહ કુંપાવત, લતાબેન રાવ, નીમાબેન પટેલ, આચાર્યશ્રી માધુભાઈ તથા શાળાનો સ્ટાફ, મહેશભાઈ વણકર, સ્મિતલતાબેન, SMC અધ્યક્ષ પ્રવિણભાઈ, ગ્રામજનો, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Related Articles

Back to top button