Blog

ચોપડા નહીં, ઉજ્જવળ ભવિષ્યનું વિતરણ: ભામાશા રાકેશભાઈ બારોટનો શિક્ષણપ્રેમ ફરી ઝળક્યો

બાળકોના ભવિષ્ય માટે સતત સજાગ રાકેશભાઈ બારોટે ફરી જીત્યા લોકોના દિલ"

હિંમતનગર:વોર્ડ નં. 5ના લોકપ્રિય સમાજસેવક અને ભામાશા રાકેશભાઈ બારોટે ફરી એકવાર સમાજસેવાની અનોખી મિસાલ રજૂ કરી છે. હંમેશા લોકોના સુખ-દુઃખમાં સહભાગી બનતા રાકેશભાઈ બારોટ હવે બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સતત કાર્યરત છે. તેમની માન્યતા છે કે શિક્ષણ જ સમાજના વિકાસનો સાચો પાયો છે અને કોઈપણ બાળક માત્ર આર્થિક સંજોગોના કારણે અભ્યાસથી વંચિત ન રહેવું જોઈએ.

આ જ ભાવના સાથે રાકેશભાઈ બારોટ અને અલકાબેન બારોટના સહયોગથી ભોલેશ્વર રામદેવનગર ભીલવાસ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે જરૂરી ચોપડાઓનું મફત વિતરણ કરી તેમના શિક્ષણના માર્ગને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને બાળકોનો ઉત્સાહભેર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા સાહેબ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, મહામંત્રી પ્રકાશભાઈ વૈદ્ય, પરીક્ષિતભાઈ વખારિયા, નગરપાલિકાના દંડક શશીકાંતભાઈ સોલંકી, દિલીપભાઈ ચૌધરી, ભરતભાઈ જાદવ જગદીશ ભાઈ બારોટ નરેશભાઈ ભાઈ સિંગલ તથા રાજુ ભાઈ પાઠક સહિત ભોલેશ્વર વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે અને બાળકો ભણી-ગણીને પોતાના માતા-પિતા, સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે રાકેશભાઈ બારોટના આ સેવાકીય કાર્યને બિરદાવતાં જણાવ્યું કે આવા પ્રયત્નો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાકેશભાઈ બારોટના શિક્ષણપ્રેમ, સેવાભાવ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની સર્વત્ર પ્રશંસા થઈ હતી. વોર્ડ નં. 5માં સતત લોકહિતના કાર્યો કરીને તેઓ લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે તેઓ જે ચિંતા અને પ્રયાસો કરે છે તે ખરેખર પ્રેરણાદાયી છે.

બાળકોના હાથમાં ચોપડા મૂકવા એટલે તેમના હાથમાં ઉજ્જવળ ભવિષ્યની ચાવી સોંપવી” આ વિચારને સાકાર કરનાર ભામાશા રાકેશભાઈ બારોટ અને અલકાબેન બારોટને વિસ્તારના લોકોએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Back to top button