Blog

“હિંમતનગર બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી : મહિલાની ગુમ થયેલી બેગ સાથે 9 તોલા સોનાના દાગીના, iPhone-16 અને રોકડ રકમ પરત અપાવી”

"CCTVના આધારે પોલીસે કિંમતી મુદ્દામાલ સાથે બેગ શોધી મહિલાને સોંપી, નાગરિકોમાં ખુશીની લાગણી"

હિંમતનગર શહેરમાં એક મહિલાની ગુમ થયેલી બેગમાં રહેલા આશરે 9 તોલા સોનાના દાગીના, ₹15,000 રોકડ રકમ તથા iPhone-16ને ગણતરીના દિવસોમાં શોધી કાઢી હિંમતનગર બી ડિવિઝન પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.

મળતી માહિતી મુજબ, તા. 25/05/2026ના રોજ એક મહિલા પોતાના ટુ-વ્હીલર પર કાળા રંગની બેગ લઈને જતા હતા ત્યારે તેમની બેગ ગુમ થઈ ગઈ હતી. બેગમાં કિંમતી સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન હતો. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળ અને રૂટ પરના CCTV ફૂટેજની તપાસ કરી હતી. તપાસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી કાળા રંગની બેગ મળી આવી હતી. પોલીસ દ્વારા પૂછપરછ બાદ બેગમાં રહેલો તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે ભોગ બનનાર મહિલાને પરત આપવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં PSI આર.એલ. દેસાઈ તથા પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

Related Articles

Back to top button