રૂ.૩.૦૨ લાખનો મુદ્દામાલ સાથે દારૂનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
રૂ.૩.૦૨ લાખનો મુદ્દામાલ સાથે દારૂનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા


નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ , સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી.સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.પરમાર એલ.સી.બી.હિંમતનગર તથા એલ.સી.બી.સ્ટાફના માણસો એ.એસ.આઇ.દેવુસિંહ તથા અ.હે.કો. કલ્પેશકુમાર તથા અ.પો.કો.હિમાંશુ તથા અ.પો.કો.પ્રહર્ષકુમાર તથા અ.પો.કો.દર્શનકુમાર તથા આ.પો.કો.નિરીલકુમાર તથા ડ્રા.પો.કો.જતીનકુમાર તથા ડ્રા.પો.કો.યશવંતસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ છે.
ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.ર૩/૦૭/૨૦૨૪ના હિંમતનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો.નિરીલકુમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, “ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી નંબર GJ09BK7394 માં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી શામળાજી બાજુથી નિકળેલ છે અને ગાંભોઇ થઇ હિંમતનગર થઇ અમદાવાદ તરફ જનાર છે”
જે બાતમી હકીકત આધારે સહકારી જીન ચાર રસ્તા રોડ ઉપર નાકાબંધી કરેલ દરમ્યાન બાતમી મુજબની ઇકો ગાડી નંબર GJ09BK7394ની આવતાં તેને બ્લોક કરી ઉભી રખાવતાં તેમાં બે ઇસમો બેસેલ હોઇ બાતમી હકીકત આધારે ગાડીમાં ચેક કરી હતી.
તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોઇ જે દારૂની બોટલ/ટીન નંગ- ૨૦૪ કિં.રૂ.૪૨,૩૦૦/- તથા ઇકો ગાડીની કિં.રૂ.૨,૫૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૩,૦૨,૩૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે, એમ પોલીસની એક યાદીમાં જણાવાયું હતું.




