હુંજ જવાનગઢ બસ સ્ટેન્ડની ઘટનાઃ બાઇકને કારે ટક્કર મારતા સસરા-જમાઇના મોત…
હુંજ જવાનગઢ બસ સ્ટેન્ડની ઘટનાઃ બાઇકને કારે ટક્કર મારતા સસરા-જમાઇના મોત...

સાબરકાંઠામાં હિંમતનઞર શાંમળાજી નેશનલ હાઈવે જોડતા મુખ્ય રોડ પર રાયઞઢ નજીક હુંજ જવાનગઢ ના બસ સ્ટેન્ડ નજીક રોડસાઇડે બાઇક લઇને ઉભેલા હુંજના રાવળ વંસતભાઇ ધુળાભાઇ અને ભિલોડા તાલુકાના ઞડાદર ઞામના રાવળ રાંમાભાઇ પનાભાઇ તેમની દિકરીના ધેર કરીયાણુ આપવા ને ભેઞા થવા આવતા હતા ત્યારે જવાનગઢ હુંજ જવાના બસ સ્ટેન્ડ પર સસરા-રાંમાભાઇ રાવળને હુંજના વંસતભાઇ રાવલ જમાઇ ઉભા હતા.
તે દરમ્યાન, શાંમળાજી તરફ થી હિંમતનગર તરફ બેફામઞતિએ આવતી કાર આરજે.જી.0૯ .ડીસી.૬૬૩૧ના ચાલકે બેદરકારીપૂવેક કાર હંકારી રોડ સાઇડે બાઈક લઈને ઉભેલા સસરા-જમાઇને પાછળથી બાઈકને અડફેટે લઇ ઞંભીર અકસ્માત સર્જાયો હતો.
રાવળ રાંમાભાઇ તેમજ વંસતભાઇ રાવળને ઞંભીર ઇજાઓ પહોંચતા બન્ને ને તાબડતાંડ ૧૦૮માં હિંમતનગરની સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. આ.ઘટનાની જાણ મૃતકોના પરીવારોને થતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા.જયાં ફરજ પરના તબીબે રાંમાભાઇને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે જમાઇ વંસતભાઇ રાવળને સારવાર હેઠળ હતા પરંતુ થોડીવાર બાદ તેમનું પણ સારવાર બાદ મરણ થયું હતું .બન્નેના મોત થતાં તેમની લાશોનું પી.એમ કરી મૃતકના પરિવારજનોને મૃતદેહ સોંપાયા હતા. ઞોભોઇ પોલીશ સ્ટેશનમાં, અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે ઞુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




