ડોડામાં આતંકી હુમલાની જવાબદારી કાશ્મીરી ટાઇગર્સે સ્વીકારી…. 4 જવાનો થયા હતા શહીદ
ડોડામાં આતંકી હુમલાની જવાબદારી કાશ્મીરી ટાઇગર્સે સ્વીકારી.... 4 જવાનો થયા હતા શહીદ

કાશ્મિરમાં આતંકીઓ સાથેની અથડામણમાં ચાર જવાનોના મોત થયા છે. મૃતકોમાં એક આર્મી અધિકારી અને એક પોલીસ કર્મચારી પણ શહિદ થયા છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આ એન્કાઉન્ટર થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આતંકવાદીઓ મોટા પાયે હથિયારો લઈને આવ્યા હતા. કાશ્મીરી ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. કાશ્મીરી ટાઇગર્સ પાકિસ્તાનના આતંકવાદી ગ્રુપ જૈશે-એ- મોહમ્મદની ભગીની સંસ્થા છે.
સોમવારે સાંજે રાષ્ટ્રીય રાઇફલ્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા ગામથી 55 કિલોમીટર દૂર ધારી ગોટે ઉરબંગી જે દેશા જંગલ વિસ્તારમાં આવેલું છે, તેને ચારેય બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીર ગ્રુપે વિવિધ સર્ચ ઓપરેશન માટે રાષ્ટ્રીય રાઈફલ્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાવ્યું છે.
આતંકવાદીઓએ નાશી છુટવા માટે ફાયરિંગ કર્યું હતું. જોકે તેમ છતાં જવાનોએ આતંકીઓનો પીછો કર્યો હતો. બાદમાં સાંજે 9 વાગ્યાની આસપાસ ફરીથી જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સર્ચ ઓપરેશન કરવું પહાડી વિસ્તારને કારણે સરળ નહોતું છતાં આર્મીએ આતંકીઓને ટક્કર આપી હતી.




