કોઇએ ગાયું- બરસો રે મેઘા મેઘા બરસો રે…અને જિલ્લામાં પધરામણી થઇ મેઘરાજાની…
કોઇએ ગાયું- બરસો રે મેઘા મેઘા બરસો રે...અને જિલ્લામાં પધરામણી થઇ મેઘરાજાની...

કોઇએ ગાયું કે બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો રે…. અને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યાં બાદ સાબરકાંઠામાં આખરે મેઘરાજાની પધરામણી થઇ હોય તેમ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.
વિગતે જોઇએ તો જિલ્લામાં હિંમતનગર, ગાંભોઈ, રાયગઢ, હડીયોલ, કરણપુર, સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. ધોધમાર વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
છેલ્લાં લાંબા સમયથી જિલ્લાના ખેડૂતો અને સામાન્યજન વરસાદની આતુરતાપૂર્વક રાહ નિહાળી રહ્યાં હતા. કેમ કે ખેતીક્ષેત્રે ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં હતા. તો સામાન્ય લોકો ગરમીથી રાહત મેળવવા મેઘરાજાને વિનંતી કરી રહ્યાં હતા. આખરે બડી દેર ભઇ મેઘલાલા…તેરી રાહ તકે હ્રિજબાલા….ની જેમ અરજ સાંભળી અને લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. જે જોતાં એમ કહી શકાય કે હાશ….હવે ચોમાસુ જામ્યુ છે હોં…..બરસો રે મેઘા…મેઘા…બરસો….બરખારાની જરા જમ કે બરસો…..વેલકમ….




