sabarkathaराष्ट्रीय

શાળા સચાલકો વાંકે વાલીઓને ડામ શા માટે..? 450 વિદ્યાર્થીઓનો વાંક શું..?

શાળા સચાલકો વાંકે વાલીઓને ડામ શા માટે..? 450 વિદ્યાર્થીઓનો વાંક શું..?

સાબરકાંઠામાં બનેલી એક ઘટનામાં  ભારે હોહા મચી ગઇ છે. અને પાડાના વાંકે પખાલીને ડામ..કહેવત તેને લાગૂ પડી રહી છે. કરે કોઇ ભરે કોઇ…ની જેમ એક શાળાના સંચાલકોએ શું કર્યં..શું ન કર્યું અને સત્તાવાળાઓએ તેની માન્યતા રદ્દ કરી નાંખી…પરિણામ…?

ખેડબ્રહ્મામાં આવેલી  કે.ટી. હાઇસ્કુલ નામની શાળામાં ધોરણ ૬ થી ૮ ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. અને તેવની જાણ વાલીઓને થતા હોબાળો મચાવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા  આ શાળાની ધોરણ ૬ થી ૮ ની માન્યતા રદ કરવાનો ઓર્ડર કરાતા વાલીઓ મોટી સંખ્યામાં કે.ટી હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને સંચાલકો પાસેથી ખુલાસો માંગ્યો છે. તે અગાઉ તેમણે  શાળામાં જમાવટ સાથે  બોલે તો  હોબાળો મચાવ્યો હતો. અને શાળા સંચાલકોને વાલીઓએ ઘેર્યા હતા. કેમ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે.

શાળામાં વાલીઓના હોબાળાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. અને વાલીઓને સમજાવવાનો પ્રયાસ કરીને શાળા સંચાલકો પાસેથી પણ વિગતો મેળવી હતી..બીજી તરફ ૪૫૦ કરતાં વધારે વિદ્યાર્થીઓને સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન અપાવવા શિક્ષણ વિભાગે ઓર્ડર કર્યો છે….

Related Articles

Back to top button