sabarkathaराष्ट्रीय

જ્યારે જીવદયાપ્રેમીઓએ નંદી મહારાજને પીડામાંથી સાજો કર્યો….

જ્યારે જીવદયાપ્રેમીઓએ નંદી મહારાજને પીડામાંથી સાજો કર્યો....

સાબરકાંઠા હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં એક નંદી મહારાજને શિંગડા ના ભાગે કોઈએ દોરી મારતા તે દોરી છેલ્લાં ઘણા સમયથી રહેતા માથાના અંદરના ભાગે ઘૂસી ગયેલ હતી.

આવી પીડાદાયક હાલતમાં નંદી મહારાજ ઘણા લાંબા સમયથી ફરતા હતા. જેની જાણ જીવદયા પ્રેમી હરિ પંચાલને થતા તેમને જીવદયાના રબારી સમાજના છોકરાઓ તેમજ  પશુ પાલન વિભાગ તથા ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા નિઃશુલ્ક ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનમાં જાણ કરી હતી.

આ કેસ સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને અપાતા ફરજ પરના પશુ ચિકિત્સક ર્ડો. સમીર ડોડીયા પોતાની ટીમ સાથે તાત્કાલિક ત્યાં પહોંચી જીવદયાની ટીમ સાથે રેસ્ક્યુ કરાવી જરૂરી સારવાર પુરી પાડવામાં આવી હતી.આમ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ટીમ મૂંગા પશુપક્ષી માટે આશિર્વાદ રૂપ બની હતી.

Related Articles

Back to top button