sabarkathaराष्ट्रीय

ક્રાઇમઃ મોતીપુરાની હોટેલમાં તોડફોડ…એક આરોપી પોલીસ મથકમાંથી ફરાર….

ક્રાઇમઃ મોતીપુરાની હોટેલમાં તોડફોડ...એક આરોપી પોલીસ મથકમાંથી ફરાર....

સાબરકાંઠાના જિલ્લા મથક હિંમતનગરના મોતીપુરામાં મારામારીની  એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી પોલીસ મથકમાંથી ભાગી જતાં પોલીસ દોડતી થઇ છે.

વિગતે જોઇએ તો, મોતીપુરા ખાતે આવેલી સોલંકી હોટલમાં મારામારીની ઘટના બની હતી. જેમાં ત્રણ ઈસમોએ હોટલના કર્મચારીને ઢોર માર મારતા મામલો બિચક્યો હતો અને આખરે મારામારીની જાણ થતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી.

પોલીસે આવતાની સાથે જ મારામારી કરનારા બે અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા અને તેમને  પોલીસ મથકે લઇ જવાયા હતા. જો કે જે પૈકી એક ઈસમ પોલીસ સ્ટેશનમાંથી નાસી છૂટ્યો હતો….. ભોગ બનનારને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો..અને અસામાજિક તત્વોએ હોટલમાં જે  તોડફોડ કરી તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા  પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. અને  પોલીસ મથકમાંથી ભાગી ગયેલાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે…

Related Articles

Back to top button