ચોરીના મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ….
ચોરીના મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ....

નાયબ પોલીસ મહાનિરીક્ષક, વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાબરકાંઠા વિજય પટેલનાઓએ સાબરકાંઠા જીલ્લામાં મોબાઈલ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ છે .
દરમ્યાન, તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બસ સ્ટેશન પાસે આવતા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ તથા ઘરમવીરસિંહ દિલીપસિંહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેણે ઇસમે બદને કાળા કલરનો સફેદ તેમજ લાલ પટાવાળો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે.
જે ઇસમ પાસે ચોરીના મોબાઇલ ફોન છે જે મોબાઇલ ફોન લઇને વેચવા સારુ અમદાવાદ જનાર છે જે હકીકત આધારે વર્ણન મુજબના કપડા પહેરેલ ઇસમની શોધ ખોળ કરતા મળી આવતા સદરી ઇસમને ઝડપી લઇ તેનુ નામ ઠામ પુછતા વિપુલભાઈ સતીષભાઇ વાદી ઉવ.૧૯ રહે, આર.ટી.ઓ સર્કલ પાસે છપરામાં હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતા તેની અંગ ઝડતીમાથી (૧) સેમસંગ ગેલેક્સી A23 સીલ્વર કલરનો જેનો IMEI નંબર જોતા ૩૫૩૧૪૦૫૪૬૬૨૯૯૭૦ તથા ૩૫૪૨૨૩૮૬૬૬૨૯૯૭૫ છે તથા (૨)બીજો ફોન જોતા વીવો કંપનીનો Y27લીલા કલરનો જેનો IMEI નંબર જોતા ૮૬૦૪૯૨૦૬૬૪૦૭૨૩૮ તથા ૮૬૦૪૯૨૦૬૬૪૦૭૨૨૦ છે જે બન્ને મોબાઈલ ફોન મળી જે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૮,૦૦૦/-ના મોબાઇલો પોતાના કબ્જામા રાખેલ હતા.
જેના આધાર પુરાવા બીલ માંગતા કે મોબાઇલ ક્યાથી લાવેલ છે તે બાબતે જીણવટ ભરી રીતે પુછ પરછ કરતા પોતે સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન બસ સ્ટેશનમાથી નજર ચુકવી તેમજ વીવો કંપનીનો મોબાઇલ હિંમતનગર-વિજાપુર હાઇવે ઉપર આવેલ કોમ્પલેક્ષમાથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય જે બાબતે અત્રેના હિંમતનગર બી ડીવી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં: ૧૧૨૦૯૦૫૬૨૪૦૬૪૧/૨૦ આઈ.પી.સી ૩૭૯ તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં: ૧૧૨૦૯૦૧૭૨૪૦૫૬૮/૨૦૨૪ આઈ.પી.સી ૩૭૯ મુજબનો ગુન્હો નોધાયેલ હોય જે ગુન્હાના કામે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ મોબાઇલ ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલવામા હિંમતનગર બી ડીવીઝન પોલીસે સફળતા મેળવી છે.
આ કેસમાં સફળ કામગીરી કરનાર અધીકારી કર્મચારીઓમાં -(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર, અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ, આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ, અ.પો.કો ધરમવીરસિંહ દિલીપસિંહ અને આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહનો સમાવેશ થાય છે.




