ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સાદી કેદની સજા અને 6 લાખ આપવા કોર્ટનું ફરમાન…..
ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સાદી કેદની સજા અને 6 લાખ આપવા કોર્ટનું ફરમાન.....
ચેક રીટર્ન કેસમાં હિંમતનગર કોર્ટે રાજેન્દ્ર કિશોરભાઈ રાઠોડ, રહે. રુષિનગર,હિંમતનગર,જી.સાબરકાંઠાના શખ્સને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને રૂા.૬,૦૦,૦૦૦/-પુરા પેટે ચુકવવા અને રકમ ન ભરે તો વધુ ૩(ત્રણ)માસની સજાનો હુકમ તા.૩-૭-૨૦૨૪ના રોજ કર્યો હતો.
કેસની હકીકત એવી છે કે, અનિલભાઈ શાહરભાઈ રબારી, રહે.હિંમતનગર પાસેથી રાજેન્દ્ર કિશોરભાઈ રાઠોડ, રહે. રૂષિનગર, હિંમતનગર,જી.સાબરકાંઠા નાએ સને ૨૦૨૨માં રૂા.૬,૦૦,૦૦૦/-પુરા હાથ ઉછીની રકમ જરૂરી કરાર કરી આપી મીત્રતામાં મેળવેલ તેના બદલામાં રાજેન્દ્રકુમાર રાઠીનાએ અનિલભાઈ શાહરભાઈ રબારીને રૂા.૬,૦૦,૦૦૦/-પુરાનો ચેક આપ્યા હતા.
જે ચેક અનીલાભાઈએ પોતાના ખાતામાં રજુ કરતા અપૂરતા ભંડોળ ના કારણે તા.૩૦-૬-૨૨ના રોજ પરત આવતા ફરીયાદી ધ્વારા અમિતકુમાર બાબુલાલ ભાવસાર,એડવોકેટ ઘ્વારા હિંમતનગર કોર્ટમાં નેગોશીએબલ એકટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસમાં અમિત ભાવસાર, એડવોકેટ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ ધ્વારા પ્રસ્થાપિત ચુકાદા સાથેની રજુઆત/દલીલોને નામદાર કોર્ટ ધ્વારા ગ્રાહય રાખી હિંમતનગરના માનનીય ત્રીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, જે.ડી.પાથ્યા સાહેબશ્રીએ જજમેન્ટ ફરમાવી રાજેન્દ્ર કિશોરભાઈ રાઠોડ, રહે. રૂપિનગર,હિંમતનગર, જી.સાબરકાંઠાના શખ્સને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા અને રૂા.૬,00,000/- પુરા પેટે ચુકવવા અને રકમ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની સજાનો હુકમ તા.૩-૭-૨૦૨૪ના રોજ કયો હતો.




