ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં ઓટોમેટીક કાપડની થેલીનું વેચાણ કરતું મશીન મૂકવામાં આવ્યું…
ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં ઓટોમેટીક કાપડની થેલીનું વેચાણ કરતું મશીન મૂકવામાં આવ્યું...

પ્લાસ્ટીકની શોધ થઇ નથી. પ્લાસ્ટીક એ ખનિજ તેલમાથી પેટ્રોલ વગેરે ઇંધણ બનાવતી વખતે નિકળતી એક આડ પેદાશ છે. તેનો ઉપયોગ શરૂ થયો ત્યારે માનવીએ વિચીeર્યું પણ નહીં હોય કે એક દિવસ આ પ્લાસ્ટીક માનવીના શરીર અંદર પણ પહોંચી જશે..!
હવે માનવી તેમાંથી છૂટકારે મેળવવા માંગે છે અને તેના વિકલ્પો સોધાઇ રહ્યાં છે. અગાઉ બજારમાં કે કરિયાણાની દુકાને જતાં ત્યારે સાથે કાપડની થેલી રાખતા હતા. પ્લાસ્ટીકના ઝબલા-ઝબલીઓ આવ્યાં બાદ કાપડની થેલીઓ વિસરાતી ગઇ અને હવે માનવી ફરીથી કાપડની થેલીઓ તરફ વળી રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. એક મશીનમાંથી ઓટોમેટિક કાપડની થેલી નિકળે એવુ મશીન મૂકવામાં આવ્યું છે.
વિગતે જોઇએ તો, આજના પ્લાસ્ટિક દિને શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમા ઓટોમેટિક સુતરાઉ કપડાની થેલીનું વેચાણ કરતું મશીન (cotton bag vending machine)નું ઉદઘાટન GPCB ના અધિકારી શ્રીમતી અજમેરાબેનના વરદ્ હસ્તે કરવામા આવ્યું હતું.
આ મશીનમા Rs. 10નો સિક્કો નાખો એટલે ઓટોમેટિક સુતરાઉ કાપડની થેલી મશીનમાથી મળી જશે.આનો ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગને દૂર કરવાનો છે. અને યાત્રાળુઓમાં પણ સરળતા રહેશે તેવું અંબિકા માતાજીના મેનેજર તથા ટ્રસ્ટીગ ણે જણાવ્યું હતું.




