राष्ट्रीय

મૂળ ભારતીય અંતરિક્ષયાત્રી સુનિતા અટવાઇ ગઇ…કઇ રીતે લવાશે પરત પૃથ્વી પર..છે કોઇ ઉપાય…?!

મૂળ ભારતીય અંતરિક્ષયાત્રી સુનિતા અટવાઇ ગઇ...કઇ રીતે લવાશે પરત પૃથ્વી પર..છે કોઇ ઉપાય...?!

વિપરીત સંજોગોના પગલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાશાના બંને અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને હાલ બોઇંગના સ્ટારલાઈનર અને અન્ય વ્હીકલ્સમાં તાત્કાલિક આશ્રય લેવાની ફરજ પડી છે. અવકાશમાં પડેલા ભંગારના પગલે ઓર્બિટિંગ લેબોરેટરીને જોખમ હોવાનું ટાંકીને આ આદેશ આપવામાં આવ્યો છે. મિશન કન્ટ્રોલે તમામ ક્રુ મેમ્બર્સને ચેતવણી આપતા જણાવ્યું કે તેઓ હાલ પોતાના સ્પેસક્રાફટમાં જ રહે. સુનિતા વિલિયમ્સ અને વિલમોર જે હાલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 5 જૂનથી છે. તેમણે સ્ટારલાઇનર કેપ્સુલમાં આશ્રય લેવાની ફરજ પડી છે.

એક કલાક જેટલો સમય મિશન કન્ટ્રોલે અવકાશી ભંગારના માર્ગનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને આ સમય દરમિયાન બંને અવકાશીયાત્રીઓને બીજે આશ્રય લેવા કહ્યું હતું. જોકે થોડા સમય પછી અવકાશી ભંગારથી કોઈ જોખમ ન હોવાનું જાણીને અવકાશયાત્રીઓને સ્પેશક્રાફટ છોડીને તેમની સામાન્ય કામગીરી કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ ઘટનાએ અવકાશી ભંગાર તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવા સંજોગોમાં સ્ટારલાઈનર જ અવકાશયાત્રીઓને બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે સ્ટારલાઈનર સ્પેસક્રાફટમાં ખામી સર્જાવવાના કારણે સુનિતા વિલિયમ્સ અને વિલમોરને હાલ વધુ સમય અવકાશમાં રહેવાની ફરજ પડી છે. આ દરમિયાન અવકાશી ભંગારનું વધુ એક જોખમ સર્જાતા તેમની મુશ્કેલી વધી હતી.

નોંધનીય છે કે બંને અવકાશયાત્રીઓ અવકાશના 8 દિવસના મિશન પર હતા. જોકે હાલ તેમને અવકાશમાં ત્રણ વીકથી વધુ સમય થઈ ગયો છે. હાલ નાસા અને બોઈંગ મળીને સ્ટારલાઈનર સ્પેસક્રાફટમાં સર્જાયેલા હિલિયમ લીક અને થ્રસ્ટરની સમસ્યાનો અંત આણવાની કોશિશ કરી રહ્યાં છે.

Related Articles

Back to top button