નાયબ નિયામકશ્રીની ઉપસ્થિતિમાં નિવૃત આચાર્યનું ભાવભીનું સન્માન….
નાયબ નિયામકશ્રીની ઉપસ્થિતિમાં નિવૃત આચાર્યનું ભાવભીનું સન્માન....


ટીડી પુરોહિત, નાયબ નિયામકશ્રી મત્સ્યધોગ સાબરકાંઠાના અધ્યક્ષસ્થાને યોજાયેલા એક સરકારી કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં એક પંથ દો કાજની જેમ શાળાના નિવૃત્ત આચાર્ય બાબુભાઈ પરમાર સાહેબનો સન્માન કાર્યક્રમ તા.27/06/2024નવાચામુ પ્રા.શાળા તા.વડાલી ખાતે યોજવામાં આવ્યો હતો.
આમ તો નિવૃતિ કોઇને ગમતી હોતી નથી તો એવા પણ કિસ્સા હોય છે કે વહેલી નિવૃતિ લઇ લેવામાં આવે છે,. જો કે નિવૃત્ત થયેસલા આચાર્યશ્રી બાબુભાઈની ઇચ્છા બાળકોને ભણાવવાની રહી છે અને જીવન પર્યંત તેમણે અનેક બાળકોને સારૂ શિક્ષશ્રણ આપીને સારા નાગરિક બનાવ્યાં છે, જેને યાદ કરીને સંસમરણો વાગોળવામાં આવ્યાં હતા.
નિવૃત આચાર્યના પરિવાર તરફથી તિથિ ભોજન અને પૃથ્વીનો ગોળો, દેશ રાજ્ય અને જિલ્લાના નકશા, ચોપડા વગેરે શૈક્ષણિક સામગ્રી તથા યુવાનો તરફથી નોટબુકો તથા ગ્રામજનો તરફથી રોકડ સાથેની ભેટસોગાદ વગેરે આપવામાં આવ્યું. હતું. આમ તો એક શિક્ષકને જેટલુ આપીએ એટલુ ઓછુ હોય છે. તેમ છતાં યથાયોગ્ય ભેટસોગાદ સંતોષજનક છે.




