જ્યારે અધ્યક્ષે કોંગ્રેસના સાંસદને તતડાવી નાંખ્યા….જાણો શું થયું…
જ્યારે અધ્યક્ષે કોંગ્રેસના સાંસદને તતડાવી નાંખ્યા....જાણો શું થયું...

લોકસભા ચૂંટણી પછી હાલ સંસદનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. સંસદના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પછી એક પ્રસંગ આવ્યો કે જ્યારે સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા પર ગુસ્સે થયા હતા. સ્પીકર ઓમ બિરલાએ દીપેન્દ્ર હુડ્ડાને ઠપકો આપ્યો હતો. જોકે આ ઘટના ત્યારે બની જ્યારે, કેરળની તિરુવનંતપુરમ લોકસભા સીટથી કોંગ્રેસના સાંસદ શશિ થરુર સાંસદના રૂપમાં શપથ ગ્રહણ કર્યા પછી પોતાના સ્થાને પરત ફરી રહ્યાં હતા. શશિ થરુરે શપથ લીધા પછી જય બંધારણના નારા લગાવ્યા હતા.
સંસદ સત્રના ચોથા દિવસે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે સંસદ સભ્યના રૂપમાં શપથ લીધા પછી બંધારણના નારા લગાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા પછી શશિ થરુર સ્પીકર ઓમ બિરલા સાથે હાલ મિલાવીને પોતાની સીટ પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સ્પીકરે તેમને ટોક્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે બંધારણના શપથ તો લઈ રહ્યાં છો. આ બંધારણના શપથ છે. સ્પીકરની આ વાત પર કોંગ્રેસના જ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પોતાની જગ્યાએ ઉભા થયા અને કહ્યું કે આ બાબતે તમને વાંધો ન હોવો જોઈએ સર.




