राष्ट्रीय

ઐસા ભી હોતા હૈઃ ભાગેડુ માલ્યાના પુત્રના લગ્નમાં અન્ય ભાગેડુ લલિત મોદી મહાલ્યા..

ઐસા ભી હોતા હૈઃ ભાગેડુ માલ્યાના પુત્રના લગ્નમાં અન્ય ભાગેડુ લલિત મોદી મહાલ્યા..

ભારતીય બેન્કોમાંથી હજારો કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ શનિવારે ગર્લફ્રેન્ડ જૈસ્મીન સાથે લગ્ન કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે વીકેન્ડમાં જ સિદ્ધાર્થના લગ્ન થયા છે. તેમના લગ્નમાં આવેલા મહેમાનોના લિસ્ટ પર ઝડપથી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સિદ્ધાર્થના લગ્નમાં અન્ય એક ભાગેડું લલિત મોદી પણ હાજર રહ્યાં હોવાના સમાચાર સામે આવ્યા છે.

લલિત મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લગ્નમાં દેખાઈ રહ્યાં છે. આ લગ્ન લંડનના હર્ટફોર્ડશાયર વિસ્તારમાં થયા છે.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ માલ્યા અને જૈસ્મીને પહેલા ખ્રિસ્તી ધર્મ મુજબ લગ્ન કર્યા અને તે પછીથી હિન્દુ રિતરિવાજ પ્રમાણે બંનેના લગ્ન થયા છે. સિદ્ધાર્થ માલ્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે.

આ તસ્વીર કપલની ફ્રેન્ડ એવી જનંગીએ શેર કરી છે, જેમાં નવપરણિત કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. સિદ્ધાર્થે એમરેલ્ડ ગ્રીન વેલવેટ ટુકસેડી પહેર્યું હતું, જ્યારે જૈસ્મીને સફેદ ગાઉન પહેર્યું છે. તસ્વીર પર લખવામાં આવ્યું છે, આભાર.

Related Articles

Back to top button