ખબરદાર જો કોઇએ હવે પેપરલીક કર્યું તો, મર્યાસમજી લો…જશો સીધા અંદર…
ખબરદાર જો કોઇએ હવે પેપરલીક કર્યું તો, મર્યાસમજી લો...જશો સીધા અંદર...
કેન્દ્ર સરકારે NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાને લઈને સર્જાયેલા વિવાદની વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે શુક્રવારે સાર્વજનિક પરીક્ષા અધિનિયમ 2024 અધિસૂચિત કર્યો છે. તેનો ઉદેશ્ય સમગ્ર દેશમાં આયોજિત થનારી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં ગેરરીતિને રોકવાનો છે.
આ કાયદા હેઠળ પેપર લીક કરવા અથવા ઉત્તરપત્ર સાથે ચેડાં કરવા પર ઓછામાં ઓછી 3 વર્ષની જેલની સજા થશે. આને ₹10 લાખ સુધીના દંડ સાથે પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે. જો પરીક્ષા યોજવા માટે નિયુક્ત સેવા પ્રદાતા દોષિત ઠરશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો સેવા પ્રદાતા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે, તો પરીક્ષાનો ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે. NEET અને UGC-NET જેવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વચ્ચે આ કાયદો લાવવાનો નિર્ણય એક મોટું પગલું છે. આ કાયદા પહેલા, કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓ પાસે પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનાઓનો સામનો કરવા માટે કોઈ અલગ નક્કર કાયદો નહોતો.
પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) કાયદો 6 ફેબ્રુઆરીએ લોકસભા અને 9 ફેબ્રુઆરીએ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 12 ફેબ્રુઆરીએ બિલને મંજૂરી આપી અને એને કાયદામાં ફેરવી દીધું. આ કાયદો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કોમ્પ્યુટર-આધારિત પરીક્ષાઓને આવરી લેશે.
જાણી લો અને નોંધી લો આ પ્રકારની ગરબડ હવે ગુનો ગણાશે….
– કોઈ પરીક્ષાનું પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં આવે.
– પ્રશ્નપત્ર કે આન્સર કી લીક કરવામાં કોઈની સાથે સામેલ હોવું.
– અનુમતિ વિના ક્વેશ્ચન પેપર કે OMR શીટ પોતાની પાસે રાખવા.
–પરીક્ષા દરમિયાન કોઈની પાસે જવાબ લખવા મદદ લેવી
પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી.
– એકઝામ આન્સર શીટ કે OMR શીટની સાથે ચેડાં કરવા.
કોપીઓના મૂલ્યાંકનમાં અનુમતિ વિના ચેડાં કરવાં
–સરકારી એજન્સી દ્વારા સુનિશ્ચિત પરીક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરવું.
– મેરિટ માટે સુનિશ્ચિત ડોક્યુમેન્ટ્સમાં કોઈપણ પ્રકારનાં ચેડાં કરવાં – પબ્લિક એકઝામ માટે નિશ્ચિત સિક્યોરિટી માપદંડોનું ઉલ્લંઘન કરવું.
–કોઈ એકઝામ કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કમાં છેડછાડ કરવી ઉમેદવારોની સીટ એરેન્જમેન્ટ, એકઝામ ડેટ કે શિફ્ટમાં છેડછાડ કરવી.
કોઈ એકઝામિનેશન ઓથોરિટીને ધમકી કે કામ કરવાથી રોકવા.
–પરીક્ષા કે એકઝામ ઓથોરિટીને સંબંધિત નકલી વેબસાઇટ બનાવવી.
– નકલી એડમિટ કાર્ડ જારી કરવા કે નકલી એકઝામ યોજવી.




