sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા યોગ દિનની રંગેચંગે ઉજવણી…

સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા યોગ દિનની રંગેચંગે ઉજવણી...

આંતરરાષ્ટ્રીય યોગ દિન એ વડાપ્રધાન મોદીની વિશ્વને આગવી ભેટ છે. છેલ્લાં 10 વર્ષથી દુનિયાના ખૂણે ખૂણે યોગની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે પણ વડાપ્રધાન સહિત ગુજરાતમાં અને સાબરકાંઠા જિલ્લાંમાં પણ વિવિધ સંગઠનોની સાથે યોગ દિનની ઉજવણી થઇ હતી.

પ્રદેશ ભાજપ સંગઠનની યોજના મુજબ આજે વિશ્વ યોગ દિને સાબરકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા ડો.આંબેડકર ભવન, હિંમતનગર  ખાતે મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.

યોગના આ કાર્યક્રમમાં મહામંત્રીશ્રી જગદીશભાઈ સોલંકી,  ભાનુપ્રસાદ દેસાઈ, મુકેશભાઈ પંડ્યા, હસમુખભાઇ તીરગર, અનિલભાઈ વણકર, મહેશભાઈ મકવાણા, તથા અન્ય આગેવાનોમાં પ્રશાંતભાઈ શ્રીમાળી, શશીકાંતભાઈ સોલંકી,  હેતલબેન અમીન,  કૌશિકભાઈ સીંધવાણી તથા છાત્રાલયના બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Back to top button