sabarkathaराष्ट्रीय

જય દ્વારિકાધીશ…..હિંમતનગરથી શરૂ થઇ દ્વારકાની નવી બસસેવા…..

જય દ્વારિકાધીશ.....હિંમતનગરથી શરૂ થઇ દ્વારકાની નવી બસસેવા.....

સાબરકાંઠામાં હિંમતનગર એસટી ડેપોમાંથી  હિંમતનગરથી  દ્વારકાની નવીન રૂટની બસને લીલી ઝંડી દર્શાવી રવાના કરવામાં  આવી હતી. હિંમતનગરના ધારાસભ્યએ લીલી ઝંડી બતાવીને બસને પ્રસ્થાન કરાવી હતી..

છેલ્લા ઘણા સમયથી લોકોની માંગ હતી  કે હિંમતનગરથી  દ્વારિકા સુધીની  બસ શરૂ કરવાની માંગ હતી જે હવે પરિપૂર્ણ થઈ છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને આ નવી બસ સેવાથી  સાબરકાંઠાની જનતાને દ્વારકા દર્શન માટે ઝંઝટ દૂર થઈ છે..

ભગવાનશ્રી કૃષ્ણની નગરી દ્વારકા માટે સ્પેશિયલ એસટી બસ શરૂ થતા ધાર્મિક મુસાફરોમાં ખુશી વ્યાપી છે અને તેઓ હોંશે હોંશે જય દ્વારિકાધીશ…. કહીને નવી રૂટની બસમાં બેસીને દર્શન માટે રવાના થશે…

Related Articles

Back to top button