राष्ट्रीय

બિચ્ચારા કેજરીવાલ..દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે….જેલમાંથી નિકળતા નિકળતા…

બિચ્ચારા કેજરીવાલ..દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે....જેલમાંથી નિકળતા નિકળતા...

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. કેજરીવાલને જામીન પર છોડવાના આદેશને ED(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે) એ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. ઈડીએ કહ્યું છે કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર હાલ ચાલુ છે.

જોકે આ મુદ્દે હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની જરૂર નથી. દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું કે જયાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં. કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, જેની સામે ઈડી દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે.

જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની વેકેશન બેન્ચે આ મામલાની સુનાવણી કરી રહી છે. ઇડી તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ કહ્યું કે અમને લેખિત જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો નથી. આ બિલકુલ વ્યાજબી નથી. ઈડીએ પીએમએલએની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે.

એડિશનલ સોલિસિટર જનરાલ રાજુએ કહ્યું કે અમારો કેસ ઘણો મજબૂત છે. તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો. આજે આ પહેલા ઈડીના વકીલે હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ઈડી વતી એએસજી રાજુ અને વકીલ ઝોએબ હુસૈન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button