નિધિઃખેડૂતભાઇઓ, મોદીજીએ 17મા હપ્તાની રકંમ મોકલી છે…તપાસ કરી લો મળ્યો કે નહીં…
નિધિઃખેડૂતભાઇઓ, મોદીજીએ 17મા હપ્તાની રકંમ મોકલી છે...તપાસ કરી લો મળ્યો કે નહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આજે મોટી ભેટ આપી છે. PM તરીકે ત્રીજી વખત શપથ લીધાં બાદ મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો અને ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ ટ્રાન્સફર કર્યાં હતા. એક ક્લિક કરતાં આટલી મોટી રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ જારી કરેલા કિસાન સન્માન નિધિના 17મા હપ્તાનો લાભ 9 કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ ખેડૂતોને સીધો જ નાણાકીય લાભ આપવામાં આવે છે.
ત્રીજી વાર પીએમ બન્યાં બાદ મોદીએ પહેલી વાર ખેડૂતોને મોટી ભેટ આપતાં કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડ્યો છે. જો કોઈ લાભાર્થીના ખાતામાં પૈસા ન આવ્યાં હોય તો તેઓ ટ્રોલ ફી નંબર 155261, 1800115526 અથવા 01123381092 પર કોલ કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને સીધો નાણાકીય લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 આપવામાં આવે છે. જે ચાર મહિનાના અંતરે ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી તેના 17 હપ્તા બહાર પડી ચૂક્યાં છે.




