sabarkathaराष्ट्रीय

વિલંબથી ચાલતી પાણી-સિંચાઇ યોજનાઓ ઝડપભેર પૂર્ણ કરવા મંત્રીશ્રીની તાકીદ

વિલંબથી ચાલતી પાણી-સિંચાઇ યોજનાઓ ઝડપભેર પૂર્ણ કરવા મંત્રીશ્રીની તાકીદ

રાજ્ય સરકારના પાણી પુરવઠામંત્રી કુવરજી બાવળીયાએ પાણી- સિંચાઈના ચાલતા વિવિધ  કામોની  સમીક્ષા કરીને  તંત્રને જરૂરી સુચના આપી હતી.

વિગતે જોઇએ તો,  ગુજરાતના સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજ્ય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોની પ્રાધાન્ય આપવા તાકિદ કરતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આદિવાસી તાલુકા પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી હતી

આ મુલાકાત વખતે  મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું  કે સાબરકાંઠા જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીના મંજૂર થયેલ અને આગામી દિવસોમાં નવા કામો શરૂ થવાના છે તેમાં કેટલી પ્રગતિ થઈ તે કામની બે દિવસ દરમિયાન સમીક્ષા કરી હતી. જેમાં કેટલાક કામો વિલંબો ચાલતા હોય આ આદિવાસી વિસ્તાર હેઠળ ચાલતા કામો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પાણીની સુવિધા ઉપર બંધ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

બે દિવસની મુલાકાત દરમિયાન પોશીના તાલુકાના ચંદ્રાલા અને વલસાડી વિસ્તારના ચેક ડેમો ખેડબ્રહ્મા તાલુકાના બાવળકોઠીયા ખાતે પોશીના એક જૂથ યોજના અંતર્ગત બનાવેલ 32 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વિજયનગર તાલુકાના હરણાવ જળાશય યોજનાની સમીક્ષા કરી હતી.

તેમની  સાથે રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર ઉજાસ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા અને ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ લીધા હતા અને ધજા ચડાવી હતી.

Related Articles

Back to top button