જ્યારે વિશ્વના સૌથી વધુ હેપ્પીએસ્ટ દેશમાં ઘૂમ્યો આપણો ગરબો…એવો ઘૂમ્યો..એવો ઘૂમ્યો..કે
જ્યારે વિશ્વના સૌથી વધુ હેપ્પીએસ્ટ દેશમાં ઘૂમ્યો આપણો ગરબો...એવો ઘૂમ્યો..એવો ઘૂમ્યો..કે
યુરોપ ખંડમાં આવેલા વિશ્વના સૌથી વધુ હેપ્પીએસ્ટ દેશ ફિનલેન્ડના લાપલાન્ડ રાજ્યના પાટનગર રોવાનાએમીમાં આંતરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ગરબાની અનેરી ઝલક જોવા મળી હતી.
જેમાં અહીં વસતા ગુજરાતી જાગૃતિ કલાપી બેરડિયા દ્વારા ગુજરાતી ગરબાને રજૂ કરવામાં આવેલા. જાગૃતિબેન દ્વારા રજૂ કરેલા ગરબાની ધમાકેદાર રમઝટ બાદ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય અને ગુજરાતની સંસ્કૃતિની એક અનેરી ઝલક જોવા મળી હતી.
ગરબાની રજૂઆત બાદ,સમગ્ર હોલ કાર્યક્રમમાં હાજર વિશ્વભરના અનેક દેશોના શ્રોતા અને દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત, નેપાળ, યુક્રેન, ફિનલેન્ડ, રોમાનિયા, ફ્રાંસ સહિત યુરોપના અન્ય દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વિશ્વના અનેક દેશોના શ્રોતા અને દર્શકો તેને જોવા માટે આવ્યા હતા.
બેરડિયા જાગૃતિબહેન મૂળ ભાવનગરના મહુવાના વતની છે અને ફિનલેન્ડમાં ગત વર્ષે આવેલા છે. તેઓ ગરબા અને કુચીપુડી ( આંધ્રપ્રદેશનુ લોક નૃત્ય) નૃત્યના જાણકાર છે. ફિનલેન્ડમાં તેઓ ફિનિશ ભાષા શિખવાની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓમાં સમયાંતરે ભાગ લેતા રહે છે અને તક મળે છે ત્યારે ગુજરાતની સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રજ્વલિત કરતા રહે છે.




