રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 28 લોકો જીવતા બળીને ભળથું થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. હજુ તો આ આ ઘટનામાં પોતાના ઘરના સભ્યોને ગુમાવનાર પરિવારજનોનો કલ્પાંત શમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓમાં જાણે પોતાની જીતની જ પડી છે.
અગ્નિકાંડ મામલે સવાલો થતા ભાજપના નેતાઓ ઉંભી પૂછડીએ ભાગે છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા જીતની ઉડજવણી નહીં કરવાની જાહેરાત કરવામા આવી છે. ગુજરાત ભાજપ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા ગુજરાતમાં જીતની ઉજવણી નહીં કરવામા આવે.
ગુજરાત ભાજપ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા મોટો નિર્ણય લેવામા આવ્યો છે.જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામા નહીં આવે પરંતુ સાદગીથી જીતને વધાવી લેવામા આવશે.
રાજકોટ અગ્નિકાંડને લઈને પ્રદેશ ભાજપે જાહેરાત કરી છે કે, 4 જૂનના ચૂંટણી પરિણામો બાદ રાજ્યભરમાં ભાજપના નેતાઓ ઉજવણી નહિ કરે જેમાં ફૂલહાર, વિજય સરઘસ, મોં મીઠાઈ કે ફટાકડા ફોડવામાં નહિ આવે, સાદગીથી જીતને વધાવી લેવા માટે પ્રદેશ ભાજપ તરફથી તમામ શહેર જિલ્લા ભાજપના પ્રમુખને જાણ કરાઇ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યકિતઓના પરિવાર સાથે સંવેદના પ્રગટ કરવા આ નિર્ણય લેવામા આવ્યો છે.




